શુ તમારા ફોનબૂક મા આ નંબર તો સેવ નથી ને??હોય તો તાત્કાલિક ડિલીટ કરો,નહીંતર પડી શકે છે મુશ્કેલી..જાણો શુ છે હકીકત.
શુક્રવારે એન્ડ્રોઇડ ફોન ધારકોની ફોનબુકમાં આપમેળે જ આધાર હેલ્પલાઇન નંબર સેવ થઈ ગયો હતો. આ બનાવ સામે આવ્યા બાદ લોકોએ પોતાના ફોનના ડેટાની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતે ગૂગલે પોતાની ભૂલ સ્વીકારી છે. ગૂગલે સ્વીકાર કર્યો છે કે લોકોના મોબાઇલ નંબરમાં દેખાઈ રહેલો નંબર તેની ભૂલને કારણે દેખાઈ રહ્યો છે. શરૂઆતમાં આ અંગે UIDAI ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ UIDAIએ સ્પષ્ટતા કરી હતી કે તેમના તરફથી કોઈ મોબાઇલ ઓપરેટર્સ કે ફોન ઉત્પાદકોને હેલ્પલાઇન નંબર ઉમેરવાની સૂચના આપવામાં આવી નથી. UIDAI તરફથી કહેવામાં આવ્યું હતું કે મોબાઇનમાં જોવામાં આવી રહેલો નંબર 1800-300-1947 જૂનો અને અમાન્ય છે.
Source- News