કોરોનાની પરિસ્થિતિ વચ્ચે છેલ્લા દસ દિવસથી સતત ૨૦ કલાક કામ કરી રહ્યા છે તે કોણ છે શ્રીમતી જયંતિ રવી? તો જાણો શ્રીમતી જયંતિ રવી ને.
ગુજરાતના આરોગ્ય સચિવ #શ્રીમતીજયંતીરવિ
કોરોનાનો કહેર
આજે એક એવા એક સનદી અધીકારી ની વાત થાય છે જે છેલ્લા ૧૦ દિવસ થી રોજના ૨૦ કલાક સતત કામ કરે છે...
હા, એ અધિકારી એટલે ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ ( IAS)
સ્વભાવે સરળ સહજ .ભ્રષ્ટાચારનો દાગ નહીં. કડક વહીવટ કરતા જયંતિ રવિજી એ મદ્રાસ યુનિવર્સિટી માંથી સ્નાતક થઇને હાવર્ડ યુનિવર્સિટી માં PHD કર્યું છે.
I A S માં ગુજરાત કેડરના અધિકારી..
હંમેશા ગુજરાતમાં ગમેતેવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ કામો કરેલાં છે.
૨૦૦૨ ના રમખાણ સમયે જયંતિજી પંચમહાલ કલેક્ટર હતા. એ સિવાય શિક્ષણ, ગ્રામવિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વના વિભાગોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.
જયંતિ રવિ સારા વહીવટકર્તા હોવા છતાં કડક અધીકારીની છાપ ધરાવે છે. પરંતુ દિલના એટલા જ પ્રેમાળ અને સાફ છે.
જયંતિ રવિ ૧૧ ભાષાઓ જાણે છે. સંસ્કૃતમાં ઘણા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતિ જી ખૂબ સારા ગુજરાતી ભજનો પણ ગાય છે.
"મેરુ તો ડગે પણ મન ન ડગે" તેમનું પ્રીય ભજન છે અને તેઓ આ ભજન ખૂબ સરસ રીતે ગાય પણ છે. તેઓશ્રી સનદી સેવામાં જોડાયા તે પેહલાં આકાશવાણી દિલ્હીમાં યુવાવાણી, ઇંગ્લીશ ટોક્સ વિગેરે કાર્યક્રમમાં ભાગ લેતાં . તેઓ આકાશવાણી ના "બી" હાઇ ગ્રેડના માન્ય આર્ટીસ્ટ પણ છે જે ઘણાને નહીં જ ખબર હોય. મોટેરા સૂર્ય મંદિર ખાતે થતા મહોત્સવ દરમ્યાન કથક નૃત્ય પણ તેઓએ કરેલ છે. સતત સંવેદનશીલ એવા જયંતિજીના પરિવારમાં તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. આવા કુશળ મહિલા અધિકારીશ્રી હાલ સરેરાશ ૨૦ કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર ના આવા નિષ્ઠાવાન અને વફાદાર અધીકારીના હાથમાં આરોગ્ય લક્ષી નિર્ણય લેવાની જવાબદારી હોય ત્યારે આપણે ચિંતા મુક્ત જ રહેવું પડે..
source- social media